પ્રસ્તાવના

પ્રિય વાંચકમિત્રો,

વતૅમાન સમયની આ ભાગદોડ ભરી જિંદગી એ પ્રત્યેક મનુષ્ય માટે એક યુધ્ધભૂમિ સમાનબની છે. તેમાં કટોકટીની ક્ષણોમાં મન,બુધ્ધિ,ધીરજ,આત્મવિશ્ર્વાસ,ધ્યેય,આત્મપ્રતિકારક્ષમતા વગેરે ગુણોએ શસ્ત્ર તરીકે વર્તે છે અને સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતા જીવનરૂપીરથમાં સારથીની ગરજ પૂરી પાડે છે.પરમ રહસ્યમય ગીતાના ઉપદેશથી આજીવન ગૃહસ્થીમાં રહીને પોતાના કતૅવ્યનું પાલન કેવી રીતે કરવું તે સમજાય છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના માહાત્મ્યનું વણૅન કરવાનું કોઇનામાં સામાથ્યૅ નથી, કારણ કે આ એક ઘણો રહસ્યમયગ્રંથ છે. આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. તેની સંસ્કૃત ભાષા એટલી તો સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથીય માણસ એને સરળતાથી સમજી શકે છે, પરંતુ તેનો આશય એટલો ગંભીર છે કે આજીવન નિરંતર અભ્યાસ કરતા રહેવા છતાંય એનો આરો નથી આવતો. રોજરોજ નવા ભાવો ઊપજતા રહે છે, માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભર્યો- ભર્યો જ રહે છે, તેમજ એકાગ્રચિત થઇને શ્રધ્ધા- ભકિત સાથે વિચારવાની આના પદે પદે પરમ રહસ્ય છુપાયેલું પ્રત્યક્ષપણે જણાઇ આવે છે.

ગીતા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી નીસરેલી વાણી છે. એનું સંકલન કરનારા શ્રીવ્યાસજી છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો ઉપદેશનો ઘણોખરો અંશ તો પદ્યમાં જ કહ્યો હતો, જેને વ્યાસજીએ પોતે શ્ર્લોકબધ્દ્ર કરી દીધો, સાથે સાથે અજુન, સંજય તથા ધૃતરાષ્ટનાં વચનોને પોતાની ભાષામાં શ્ર્લોકબધ્દ્ર કરીને ઢાળી દીધાં અને આ સાતસો શ્ર્લોકોના આખાય ગ્રંથને અઢાર અધ્યયોમાં વિભાજીત કરી દીધો. આધુનિક જમનામાં વસતાં હું અને તમે કદાચ નિયમિતપણે ઇમેલ ચેક કરવામાં જો દસ મિનીટ આપી શકીએ તો તે જ રીતે આમાંના એક પણ અધ્યાયનો એક પણ શ્ર્લોકનું દસ મિનીટ શ્રધ્ધાપૂવૅક વાંચીને સમજવાનો પ્રયત્ન શરૂ કરી જ શકીએ..

વડીલમિત્રોના પ્રોત્સાહનથી શરૂ કરેલ આ બ્લોગરૂપી છોડ પર આપના પ્રતિભાવોનું સિંચન તેને વૃક્ષ બનવામાં મદદરૂપ કરશે.

-નેહા ત્રિપાઠી, જાગૃતિ ત્રવાડી

સંપકૅ :bagwadgita@gmail.com

Published in: on ઓગસ્ટ 16, 2006 at 6:32 એ એમ (am)  Comments (4)