દ્વિતીય અધ્યાય – સાંખ્યયોગ
સંજય ઉવાચ
તં તથા કૂપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષેણમ્ |
વિષીદંતમિદં વાક્યમુવાચ મધુસૂદન: ॥ ૧ ॥
સંજય બોલ્યા : આ પ્રમાણે કરુણાથી ઘેરાયલા તેમજ આંસુભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું : ॥ ૧ ॥
શ્રીભગવાન્ ઉવાચ
કુત્સ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ |
અનાર્યજુષ્ટમસ્વગ્ર્યમકીર્તિકરમર્જુન ॥ ૨ ॥
શ્રીભગવાન બોલ્યા : હે અર્જુન! તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે.॥ ૨ ॥
કલૈબ્યં મા સ્મ ગમ: પાર્થ નૈતત્વય્યુપપદ્યતે |
ક્ષુદ્રં હ્ર્દયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ ॥ ૩ ॥
આથી હે પાર્થ! નપુંસકતાને વશ ન થા, તને એ શોભતી નથી; હે શત્રુઓને તપાવનાર! હ્રદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુધ્ધ માટે ઊભો થઇ જા.॥ ૩ ॥
અર્જુન ઉવાચ
કથં ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન |
ઇષુભિ: પ્રતિ યોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન ॥ ૪ ॥
અર્જુન બોલ્યા : હે મધુસૂદન! રણભૂમિમાં હું બાણોથી કઇ રીતે ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિરુધ્ધ લડીશ? કેમ કે હે અરિસૂદન! તેઓ બન્નેય પૂજનીય છે. ॥ ૪ ॥
ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્
શ્રેયો ભોક્તું ભૈક્ષ્યમપીહ લોકે|
હત્વાર્થકામાંસ્તુ ગુરુનિહૈવ
ભુગ્જીય ભોગાન્ રુધિરપ્રદિગ્ધાન્ ॥ ૫ ॥
માટે આ મહાનુભાવ ગુરુજનોને નહિ હણીને હું આ લોકમાં ભિક્ષાવ્રુત્તિ વડે જીવનનિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું; કેમકે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ ને! ॥ ૫ ॥
ન ચૈતદ્વિગ્મ: કતરન્નો ગરીયો
યદ્વા જયેમ યદિ વા નો જયેયુ: |
યાનેવ હત્વા ન જિજીવિષામ-
સ્તેડવસ્થિતા: પ્રમુખે ધાર્તરાષ્ટ્રા: ॥ ૬ ॥
વળી, અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુધ્ધ કરવું કે ન કરવું એ બન્નેમાંથી કયું શ્રેષ્ઠ છે; અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી, તે જ અમારા આત્મીય ધ્રુત્રાષ્ટ્રના પુત્રો અમારી સામે યુધ્ધ માટે ઊભા છે! ॥ ૬ ॥
કાર્પણ્યદોષોપહતસ્વભાવ: પ્રુચ્છામિ ત્વાં ધર્મસંમૂઢચેતા: |
યચ્છેય: સ્યાન્નિશ્ર્વિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેડહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ ॥ ૭ ॥
આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિતચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિસ્ચિતરૂપે કલ્યાણકારી સાધન હોય, તે મને કહો; કેમકે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. ॥ ૭ ॥
ન હિ પ્રપશ્યામિ મમાપનુદ્યાદ્
યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ્ |
અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધં
રાજ્યં સુરાણામપિ ચાધિપત્યમ્ ॥ ૮ ॥
કેમકે પૃથ્વીનું નિષ્કંટક અને ધનધાન્યથી સંપન્ન રાજય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો, જે મારી ઇન્દ્રિયોને સૂકવનારા શોકને નિવારી શકે. ॥ ૮ ॥
સંજય ઉવાચ
એવમુકત્વા હ્રષીકેશં ગુડાકેશ: પરંતપ |
ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ ॥ ૯ ॥
સંજય બોલ્યા : હે રાજા, નિદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રીગોવિન્દ ભગવાનને ‘યુધ્ધ નહી કરું’ એમ સ્પષ્ટ કહીને ચુપ થઇ ગયા. ॥ ૯ ॥
તમુવાચ હ્રષીકેશ: પ્રહસન્નિવ ભારત |
સેનયોરુભયોર્મધ્યે વિષીદંતમિદં વચ: ॥ ૧૦ ॥
હે ભરતવંશી ધૃત્રાષ્ટ્ર! અંતર્યામી શ્રી શ્રીકૃષ્ણ મહારાજ બન્ને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા : ॥ ૧૦ ॥
શ્રી ભગવાન્ ઉવાચ અશોચ્યાનંવશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંસ્ચવ ભાષસે |
ગતાસૂનગતાસૂંસ્ચ્વ નાનુશોચંતિ પણ્ડિતા: ॥ ૧૧ ॥
શ્રીભગવાન બોલ્યા : હે અર્જુન! જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવાં વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા. ॥ ૧૧ ॥
ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપા: |
ન ચૈવ ભવિષ્યામ: સર્વે વયમત: પરમ્ ॥ ૧૨ ॥
હું કોઇ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, કે હવે પછી આપણે બધા નહીં હોઇએ. ॥ ૧૨ ॥
દેહિનોડસ્મિન્ યથા દેહે કૌમારં યૌવનં જરા |
તથા દેહાંતરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ॥ ૧૩ ॥
જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃધ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે; એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. ॥ ૧૩ ॥
માત્રાસ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણસુખદુ:ખદા: |
આગમાપાયિનોડનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ॥ ૧૪ ॥
હે કુંતીપુત્ર! ઠંડી-ગરમી અને સુખ-દુ:ખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સન્યોગો તો ઉત્પત્તિ-વિનાશશીલ છે, અનિત્ય છે; માટે હે ભારત! તેમને તું સહન કર. ॥ ૧૪ ॥
યં હિ ન વ્યથયંત્યેતે પુરુષં પુરુષર્ષભ |
સમદુ:ખસુખં ધીરં સોડમૃતત્વાય કલ્પતે ॥ ૧૫ ॥
કેમકે હે પુરુષશ્રેષ્ઠ! દુ:ખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સન્યોગો વ્યાકુળ નથી કરતા, તે મોક્ષને પાત્ર થાય છે. ॥ ૧૫ ॥
નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સત: |
ઉભયોરપિ દ્રષ્ટોડંતસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિ: ॥ ૧૬ ॥
અસત્ પદાર્થની સત્તા નથી અને સત્નો અભાવ નથી; આ બન્નેનું તત્વ તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે. ॥ ૧૬ ॥
અવિનાશિ તુ તદ્ધિદ્ધિ યેન સર્વમિદં તતમ્ |
વનાશમવ્યયસ્યાસ્ય ન સશ્ર્વિત્કર્તુમર્હતિ ॥ ૧૭ ॥
નાશરહિત તો તું તેને જાણ, જેનાથી આ સકળ જગત-દ્રશ્યવર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઇ પણ સમર્થ નથી. ॥ ૧૭ ॥
અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા: શરીરિણ: |
અનાશિનોડપ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત ॥ ૧૮ ॥
આ નાશરહિત, અપ્રમેય, નિત્યસ્વરૂપ જીવાત્માનાં આ સઘળાં શરીરો નાશવંત કહેવાયાં છે; માટે હે ભરતવંશી અર્જુન! તું યુધ્ધ કર. ॥ ૧૮ ॥
ય એનં વેત્તિ હંતારં યશ્ર્વૈનં મન્યતે હતમ્ |
ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હંતિ ન હન્યતે ॥ ૧૯ ॥
જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે, તે બન્નેય જાણતા નથી; કેમકે આ આત્મા વાસ્તવમાં નથી કોઇને હણતો કે નથી કોઇના દ્વારા હણાતો. ॥ ૧૯ ॥
ન જાયતે મ્રિયતે વા કદાચિ-
ન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂય: |
અજો નિત્ય: શાશ્ર્વતોડયં પુરાણો
ન હન્યતે હન્યમાને શરીરે ॥ ૨૦ ॥
આ આત્માને કોઇ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય તેમ નથી, તેમજ ઉત્પન્ન થઇને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી; કારણકે તે અજન્મા, નિત્ય, શાશ્ર્વત અને પુરાતન છે, શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી. ॥ ૨૦ ॥
વેદવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્ |
કથં સ પુરુષ: કં ઘાતયતિ હંતિ કમ્ ॥ ૨૧ ॥
હે પાર્થ! જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે, તે પુરુષ કઇ રીતે કોઇને હણાવે છે અને કઇ રીતે કોઇને હણે છે? ॥ ૨૧ ॥
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય
નવાનિ ગૃહ્ણાતિ નરોડપરાણિ |
તથા શરીરાણિ વિહાય જીર્ણા-
ન્યન્યાનિ સન્યાતિ નવાનિ દેહી ॥ ૨૨ ॥
જેમ માણસ જૂનાં વસ્ત્રો ત્યજીને બીજાં નવાં વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂનાં શરીરો ત્યજીને બીજાં નવાં શરીરો પામે છે. ॥ ૨૨ ॥
નૈનં છિન્દંતિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક: |
ન ચૈનં કલેદયંત્યાપો ન શોષયતિ મારુત: ॥ ૨૩ ॥
આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, આને અગ્નિ બાળી શકતો નથી, આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સુકવી શકતો નથી. ॥ ૨૩ ॥
અચ્છેદ્યોડયમદાહ્રોડયમકલેધ્યોડશોષ્ય એવ ચ |
નિત્ય: સર્વગત: સ્થાણુરચલોડયં સનાતન: ॥ ૨૪ ॥
કેમકે આ આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અકલેદ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. ॥ ૨૪ ॥
અવ્યક્તોડયમચિંત્યોડયમવિકાર્યોડયમુચ્યતે |
તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસિ ॥ ૨૫ ॥
આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકારરહિત કહેવાયછે; તેથી હે અર્જુન! આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી ॥ ૨૫ ॥
અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ |
તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ ॥ ૨૬ ॥
અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય, તો પણ હે મહાબાહો! આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. ॥ ૨૬ ॥
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધુ્વં જન્મ મૃતસ્ય ચ |
તસ્માદપરિહાર્યેડર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૨૭ ॥
કેમકે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્વિત છે અને મરેલાનો જન્મ નિશ્વિત છે; તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. ॥ ૨૭ ॥
અવ્યકતાદીનિ ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત |
અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ॥ ૨૮ ॥
હે અર્જુન! સઘળાં પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતાં અને મર્યા પછી પણ અપ્રગટ થઇ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો? ॥ ૨૮ ॥
આશ્ર્વર્યવત્પશ્યતિ કશ્ર્વિદેન-
માશ્ર્વર્યવદ્વદતિ તથૈવ ચાન્ય: |
આશ્ર્વર્યવચ્ચૈનમન્ય: શ્રુણોતિ
શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ર્વિત્ ॥ ૨૯ ॥
કોઇ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ર્વર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઇ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ર્વર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઇ અધિકારી પુરુષ જ આને આશ્ર્વર્યની પેઠે સાંભળે છે અને કોઇ તો સાંભળીને પણ આને જાણતો નથી. ॥ ૨૯ ॥
દેહી નિત્યમવધ્યોડયં દેહે સર્વસ્ય ભારત |
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૩૦ ॥
હે અર્જુન! આ આત્મા સૌનાં શરીરોમાં હન્મેશાં અવધ્ય છે; એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. ॥ ૩૦ ॥
સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસિ |
ધમ્યાર્દ્ધિ યુદ્ધાચ્છે્યોડન્યત્ક્ષત્રિયસ્ય ન વિદ્યતે ॥ ૩૧ ॥
વળી, સ્વધર્મને જોતાં પણ તારે ભય પામવો ન જોઇએ; કેમકે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુધ્ધથી વધીને બીજું કોઇ કલ્યાણકારી કર્તવ્ય નથી. ॥ ૩૧ ॥
યદ્રચ્છયા ચોપપન્નં સ્વર્ગદ્ધારમપાવૃત્તમ્ |
સુખિન: ક્ષત્રિયા: પાર્થ લભંતે યુધ્ધમીદ્રશમ્ ॥ ૩૨ ॥
હે પાર્થ! આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઊઘડેલા સ્વર્ગના દ્ધારરૂપી આવા યુધ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. ॥ ૩૨ ॥
અથ ચેત્તવમિમં ધર્મ્ય સંગ્રામં ન કરિષ્યસિ |
તત: સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપમવાપ્સ્યસિ ॥ ૩૩ ॥
આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુધ્ધ નહીં કરે, તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. ॥ ૩૩ ॥
અકીર્તિં ચાપિ ભૂતાનિ કથયિષ્યંતિ તેડવ્યયામ્ |
સમ્ભાવિતસ્ય ચાકીર્તિર્મરણાદરિચ્યતે ॥ ૩૪ ॥
એટલું જ નહી, બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથીયે અધિક છે. ॥ ૩૪ ॥
ભયાદ્રણાદુપરતં મંસ્યંતે ત્વાં મહારથા: |
યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસિ લાઘવમ્ ॥ ૩૫ ॥
તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ, તે મહારથીઓ તને ભયને લીધે યુધ્ધથી વિમુખ થયેલો માનશે. ॥ ૩૫ ॥
અવાચ્યવાદાંશ્ર્વ બહૂન્ વદિષ્યંતિ તવાહિતા: |
નિન્દંતસ્તવ સામથ્ર્યં તતો દુ:ખતરં નુ કિમ્ ॥ ૩૬ ॥
તારા વેરીઓ તારા સામર્થ્યની નિન્દા કરતાં તને ઘણાં બધાં ન કહેવા જેવાં વચનો પણ કહેશે; એનાથી વધારે દુ:ખ બીજું શું હશે? ॥ ૩૬ ॥
હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ |
તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુધ્ધાય કૃતનિશ્ર્વય: ॥ ૩૭ ॥
કાં તો તું યુધ્ધમાં હણાઇને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ; માટે હે અર્જુન! તું યુધ્ધ માટે નિશ્ર્વય કરીને ઊભો થૈ જા. ॥ ૩૭ ॥
સુખદુ:ખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ |
તતો યુધ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ ॥ ૩૮ ॥
જય-પરાજય, લાભ-હાનિ અને સુખ-દુ:ખને સમાન સમજ્યા પછી યુધ્ધ માટે કટિબધ્ધ થઇ જા; આ પ્રમાણે યુધ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. ॥ ૩૮ ॥
એષા તેડભિહિતા સાઙૂખ્યે બુધ્ધિર્યોગે ત્વિમાં શ્રુણુ |
બુધ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબન્ધં પ્રહાસ્યસિ ॥ ૩૯ ॥
હે પાર્થ! આ બુધ્ધિ તારે માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ, જે બુધ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બન્ધનને સારી પેઠે ત્યજી દઇશ એટલે કે કર્મબન્ધનમાંથી છૂટી જઇશ. ॥ ૩૯ ॥
નેહાભિક્રમનાશોડસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે |
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ॥ ૪૦ ॥
આ કર્મયોગમાં આરમ્ભનો અર્થાત્ બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત્ અવળા ફળરૂપી દોષ પણ નથી; બલકે આ કર્મયોગરૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગારે છે. ॥ ૪૦ ॥
વ્યવસાયાત્મિકા બુધ્ધિરેકેહ કુરુનન્દન |
બહુશાખા હ્યનંતાશ્ર્વ બુદ્ધ્યોડવ્યવસાયિનામ્ ॥ ૪૧ ॥
હે અર્જુન! આ કર્મયોગમાં નિશ્ર્વયાત્મિકા બુધ્ધિ એક જ હોય છે; જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુધ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે. ॥ ૪૧ ॥
યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદંત્યવિપશ્ર્વિત: |
વેદવારતા: પાર્થ નાન્યદસ્તીતિ॥૪૨॥
વાદિન: કામાત્માન: સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ્ |
ક્રિયાવિશેષબહુલાં ભોગૈશ્ર્વર્યગતિં પ્રતિ ॥ ૪૩ ॥
ભોગૈશ્ર્વર્યપ્રસક્તાનાં તયાપહ્રતચેતસામ્ |
વ્યવસાયાત્મિકા બુધ્ધિ: સમાધૌ ન વિધીયતે ॥ ૪૪ ॥
હે અર્જુન! જેઓ ભોગોમાં તન્મય થયેલા છે, જેઓ કર્મફળનાં પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે, જેમની બુધ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચઢિયાતું બીજું કશું જ નથી- એમ બોલનારા છે, એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મફળ દેંનારી તેમજ ભોગ તથા ઐશ્ર્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી-બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે; તે વાણી દ્ધારા જેમનું ચિત્ત હરાયેલું છે, જેઓ ભોગ અને ઐશ્ર્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની પરમાત્મામાં નિશ્ર્વયાત્મિકા બુધ્ધિ નથી હોતી. ॥ ૪૨–૪૪ ॥
ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન |
નિર્દ્વન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ॥ ૪૫ ॥
હે અર્જુન! વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમનાં પ્રતિપાદન કરનારા છે; માટે તું એ ભોગો અને એમનાં સાધનોમાં આસક્તિરહિત અને હરખ-શોક વગેરે દ્ધન્દ્ધોથી રહિત બનીને નિત્યવસ્તુ પરમાત્મામાં સ્થિત થઇ જા, તેમજ યોગક્ષેમને ન ઇચ્છનાર એટલેકે શરીરનિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અંત:કરણનો અર્થાત્ જિતેન્દ્રિય થા. ॥ ૪૫ ॥ યાવાનર્થ ઉદપાને સર્વત: સમ્પ્લુતોદકે | તાવાન્ સર્વેષુ વેદેષુ બ્રાહ્યણસ્ય વિજાનત: ॥ ૪૬ ॥
બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતાં નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્ત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલુંજ પ્રયોજન રહે છે. ( અર્થાત્ જેમ મોટું જળાશય પ્રાપ્ત થઇ જતાં જળ માટે નાનાં જળાશયોની જરૂર રહેતી નથી, તેમજ બ્રહ્માનન્દની પ્રાપ્તિ થતાં આનન્દ માટે વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી. ) ॥ ૪૬ ॥
કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન |
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙગોડસ્ત્વકર્મણિ ॥ ૪૭ ॥
તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એનાં ફળોમાં કદીયે નહીં; માટે તું કર્મોના ફળનો હેતુ થા મા; અર્થાત્ ફલાપેક્ષાથી રહિત થઇને કર્તવ્યબુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ. ॥ ૪૭ ॥
યોગસ્થ: કુરુ કર્માણિ સઙ ત્યક્ત્વા ધનગ્જય |
સિદ્ધયસિદ્ધયો: સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥ ૪૮ ॥
હે ધનંજય! તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઇ કર્તવ્યકર્મો કર; ‘સમત્વ’ એ જ યોગ કહેવાય છે. ॥ ૪૮ ॥
દૂરેન હ્રવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનગ્જય |
બુદ્ધૌ શરણમંવિચ્છ કૃપણા: ફલહેતવ: ॥ ૪૯ ॥
આ સમત્વ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે, માટે હે ધનંજય! તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત્ બુદ્ધિયોગનો જ આશરો લે; કેમકે ફળનો હેતુ બનનારા અર્થાત્ ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે. ॥ ૪૯ ॥
બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે |
તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગ: કર્મસુ કૌશલમ્ ॥ ૫૦ ॥
સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે – તેમનાથી મુક્ત થઇ જાય છે; માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઇ જા, આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત્ કર્મબન્ધનમાંથી છૂટવાનો ઉપાય છે. ॥ ૫૦ ॥
કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણ: |
જન્મબન્ધવિનિર્મુક્તા: પદં ગચ્છંત્યનામયમ્ ॥ ૫૧ ॥
કેમકે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બન્ધનમાંથી મુક્ત થઇ નિર્વિકાર પરમ પદને પામે છે. ॥ ૫૧ ॥
યદા તે મોહકલિલં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ |
તદા ગંતાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ ॥ ૫૨ ॥
જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે, તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સમ્બન્ધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ. ॥ ૫૨ ॥
શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્વલા |
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ ॥ ૫૩ ॥
જાત-જાતનાં વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચલ અને સ્થિરભાવે સ્થાયી થઇ જશે, ત્યારે તું યોગને પામીશ, અર્થાત્ તારો પરમાત્મા સાથે નિત્યસન્યોગ થઇ જશે. ॥ ૫૩ ॥
અર્જુન ઉવાચ
સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ |
સ્થિતધી: કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ ॥ ૫૪ ॥
અર્જુન બોલ્યા : હે કેશવ! સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિરબુદ્ધિ પુરુષનું લક્ષણ શું છે? તે સ્થિરબુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે, અર્થાત્ તેનાં આચરણ કેવાં હોય છે. ॥ ૫૪ ॥
શ્રીભગવાન્ ઉવાચ
પ્રજહાતિ યદા કામાન્ સર્વાન્ પાર્થ મનોગતાન્ |
આત્મન્યેવાત્મના તુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે ॥ ૫૫ ॥
શ્રીભગવાન બોલ્યા : હે પાર્થ! જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ॥ ૫૫ ॥
દુ:ખેષ્વનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પ્રુહ: |
વીતરાગભયક્રોધ: સ્થિતધીર્મુનિરુચ્યતે ॥ ૫૬ ॥
દુ:ખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતાં જે સમ્પૂરણપણે નિ:સ્પ્રુહ હોય છે, એવો તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે. ॥ ૫૬ ॥
ય: સર્વત્રાનભિસ્નેહસ્તત્તત્પ્રાપ્ય શુભાશુભમ્ |
નાભિનન્દતિ ન દ્ધેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૫૭ ॥
જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થયેલો તે તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્ધેષ કરતો, તેની બુદ્ધિ સ્થિર છે. ॥ ૫૭ ॥
યદા સન્હરતે ચાયં કૂર્મોડઙાનીવ સર્વશ: |
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૫૮ ॥
કાચબો બધી બાજુથી પોતાનાં અંગોને જેમ સંકોરી લે છે, તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે (એમ સમજવું). ॥ ૫૮ ॥
વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિન: |
રસવર્જં રસોડપ્યસ્ય પરં દ્રષ્ટ્વા નિવર્તતે ॥ ૫૯ ॥
ઇન્દ્રિયો દ્ધારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુસઃઅનાય માત્ર વિસઃઅયો તો નિવ્રુત્ત થઇ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવ્રુત્ત નથી થતી; જ્યારે આ સ્થિતપ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવ્રુત્ત થઇ જાય છે, અર્થાત્ પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશમાત્ર આસક્તિ રહેતી નથી. ॥ ૫૯ ॥
યતતો હ્રપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ર્વિત: |
ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરંતિ પ્રસભં મન: ॥ ૬૦ ॥
હે કુંતીપુત્ર! આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે. ॥ ૬૦ ॥
તાનિ સર્વાણિ સન્યમ્ય યુક્ત આસીત મત્પર: |
વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૧ ॥
માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિતચિત્ત થયેલો મારા પરાયણ થઇને ધ્યાનમાં બેસે; કેમકે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે, તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. ॥ ૬૧ ॥
ધ્યાયતો વિષયાન્ પુંસ: સઙસ્તેષૂપજાયતે |
સઙાત્સગ્જાયતે કામ: કામાત્ક્રોધોડભિજાયતે ॥ ૬૨ ॥
વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાયછે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ॥ ૬૨ ॥
ક્રોધાદ્ભવતિ સમ્મોહ: સમ્મોહાત્સ્મ્રુતિવિભ્રમ: |
સ્મ્રુતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥ ૬૩ ॥
ક્રોધથી ઘણી મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મ્રુતિમાં ભ્રમ ઊભો થાય છે, સ્મ્રુતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત્ જ્ઞાનશક્તિનો નાશ થઇ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે. ॥ ૬૩ ॥
રાગદ્ધેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ર્વરન્ |
આત્મવશ્યૈર્વિધેયાત્ પ્રસાદમધિગચ્છતિ ॥ ૬૪ ॥
પરંતુ સ્વાધીન અંત:કરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્ધેષ વિનાની ઇન્દ્રિયો દ્ધારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંત:કરનની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. ॥ ૬૪ ॥
પ્રસાદે સર્વદુ:ખાનાં હાનિરસ્યોપજાયતે |
પ્રસન્નચેતસો હ્રાશુ બુદ્ધિ: પર્યવતિષ્ઠતે ॥ ૬૫ ॥
અંત:કરણ પ્રસન્ન થતાં આનાં સર્વ દુ:ખોનો અભાવ થઇ જાય છે અને એ પ્રસન્ન-ચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઇને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઇ જાય છે. ॥ ૬૫ ॥
નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના |
ન ચાભાવયત: શાંતિરશાંતસ્ય કુત: સુખમ્ ॥ ૬૬ ॥
જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યાં નથી તેનામાં નિશ્ર્વયાત્મિકા બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અંત:કરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે? ॥ ૬૬ ॥
ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોડનુ વિધીયતે |
તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ ॥ ૬૭ ॥
કેમકે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે, તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે, તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે. ॥ ૬૭ ॥
તસ્માદ્ધસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશ: |
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૮ ॥
તેથી હે મહાબાહો! જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહીત કરાયેલી છે, એની બુદ્ધિ સ્થિર છે. ॥ ૬૮ ॥
યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સન્યમી |
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુને: ॥ ૬૯ ॥
સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે, તે નિત્ય જ્ઞાનસ્વરૂપ પરમાનન્દની પ્રાપ્તિમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે; અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળાં પ્રાણીઓ જાગે છે, પરમાત્માના તત્ત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે. | ૬૯ ॥
આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપ: પ્રવિશંતિ યદ્ધત્ |
તદ્ધત્કામા યં પ્રવિશંતિ સર્વે સ શાંતિમાપ્રોતિ ન કામકામી ॥ ૭૦ ॥
જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર, અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓનાં પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઇ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઇ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઇ જાય છે, તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોને ઇચ્છનારો નહી. ॥ ૭૦ ॥
વિહાય્ કામાન્ ય: સર્વાન્ પુમાંશ્ર્વરતિ નિ:સ્પૃહ: |
નિર્મમો નિરહઙાર: સ શાંતિમધિગચ્છતિ ॥ ૭૧ ॥
જે પુરુષ સઘળી કામનાઓને છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઇને વિચરે છે તે જ શાંતિને પામેલો છે. ॥ ૭૧ ॥
એષા બ્રાહ્મી સ્થિતિ: પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ |
સ્થિત્વાસ્યામંતકાલેડપિ બ્રહ્મનિર્વાણમૃચ્છતિ ॥ ૭૨ ॥
હે પાર્થ! આ બ્રહ્મને પામી ચુકેલા પુરુષની સ્થિતિ છે: આને પામીને યોગી કદી મોહિત થતો નથી અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઇને બ્રહ્માનન્દને પામી જાય છે. ॥ ૭૨ ॥
ૐ તત્સદિતિ શ્રામદ્ધગવદ્ધીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્ધાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સાંખ્યયોગો નામ દ્ધીતિયોડધ્યાય: ॥ ૨ ॥
॥ સાંખ્યયોગ નામનો બીજો અધ્યાય સમાપ્ત ॥