અર્જુનવિષાદયોગ

પ્રથમ અધ્યાય – અર્જુન વિષાદયોગ

ધ્રુતરાષ્ટ્ર ઉવાચ

ધર્મક્ષેત્રે કુરુક્ષ્રેત્રે સમવેતા યુયુત્સવ: |
મામકા: પાણ્ડવાષ્ચૈવ કિમકુર્વત સંજય॥૧॥

ધ્રુતરાષ્ટ્ર બોલ્યા: હે સંજય! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા, યુધ્ધના ઇચ્છુક, મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું?।।૧।।

સંજય ઉવાચ

દ્ર્ષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્ત્દા |
આચાર્યમુપસઙમ્ય રાજા વચનમબ્રવીત ॥૨॥

સંજય બોલ્યા : તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાન્ડવોની સેનાને જોયા પછી દ્રોનાચાર્ય પાસે જઇને આ વચન કહ્યાં : ॥૨॥

પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ |
વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ॥ ૩ ॥

હે ગુરુદેવ! આપના બુધ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધ્રુષ્ટધુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. ॥૩॥

અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ|
યુયુધાનો વિરાટસ્ચવ દ્રુપદસ્ચૈવ મહારથ: ॥ ૪ ॥
ધ્રુષ્ટકેતુસ્ચેકિતાન: કાશિરાજસ્ચવ વીર્યવાન|
પુરુજિતકુંતિભોજ્સ્ચ્વ શૈબ્યસ્ચવ નરપુઙવ: ॥ ૫ ॥
યુધામન્યુસ્ચ્વ વિક્રાંત ઉત્તમૌજાસ્ચવ વીર્યવાન |
સૌભદ્રો દ્રૌપદેયાસ્ચવ સર્વ એવ મહારથા: ॥ ૬ ॥

આ સેનામાં મોટાં ધનુષ્યો ધારણ કરનારા તથા યુધ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર- સાત્યકિ, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધ્રુષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશિરાજ, પુરુજિત, કુંતિભોજ અને પુરુષશ્રેશ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો- બધાજ મહારથીઓ છે.॥ ૪−૫−૬ ॥

અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ |
નાયકા મમ સૈનસ્ય સંજ્ઞાર્થં તાન બ્રવીમિ તે ॥૭ ॥

હે દ્વિજશ્રેષ્ઠ! હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો; આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓછે, તેમને હું કહું છું ॥૭॥

ભવાન ભીમસ્ચ્વ કર્ણસ્ચવ ક્રુપસ્ચવ સમિતિઞજય: |
અશ્વત્થામા વિકર્ણસ્ચવ સૌમદત્તિસ્ત્થૈવ ચ ॥૮ ॥

આપ સ્વયં, પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજયી ક્રુપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણૅ અને સોમદત્તનો પુત્ર ભુરિશ્રવા- ॥ ૮ ||

અન્યે ચ બહવ: શૂરા મદર્થે ત્યક્તજીવિતા: |
નાનાશસ્ત્રપ્રહરણા: સર્વે યુધ્ધવિશારદા: ॥૯॥

આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારનાં શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુધ્ધમાં નિપુણ છે. ॥૯ ॥

અપર્પ્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ |
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ ॥ ૧૦ ॥

ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે. ॥ ૧૦ ॥

અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતા: |
ભીષ્મેવાભિરક્ષંતુ ભવંત: સર્વ એવ હિ ॥૧૧ ॥

આથી બધાં વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્મપિતામહનું બધી બાજુથી રક્ષણ કરો. ॥ ૧૧ ||

તસ્ય સંજયયન હર્ષં કુરુવ્રુધ્ધ: પિતામહ: |
સિન્હનાદં વિનદ્યોચ્ચૈ: શષ્ઙં દધ્મૌ પ્રતાપવાન્ ॥ ૧૨ ॥

કૌરવોમાં વ્રુધ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હ્રદયમાં હરખ જન્માવતાં જોરથી સિન્હની જેમ ગરજીને શંખ વગાડયો. ॥૧૨ ॥

તત: શશ્ઙશ્વ ભેર્યશ્વ પણવાનકગોમુખા: |
સહસૈવાભ્યહન્યંત સ શબ્દસ્તુમુલોડભવત્ ॥૧૩ ॥

પછી શંખ, નગારાં, ધોલ, મ્રુદંગ તેમજ રણશિંગા વગેરે વાધ્યો એક સાથેજ વાગી ઊઠયાં; તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો. ॥ ૧૩ ॥

તત: સ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ |
માધવ: પાણ્ડૅવસ્ચૈવ દિવ્યૌ શખ્ઙૌ પ્રદધ્મતુ: ॥ ૧૪ ॥

ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલાં શ્રીક્રુષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડયા. ॥ ૧૪ ॥

પાગ્ચજન્યં હ્રષીકેશો દેવદત્તં ધનગ્જય: |
પૌણ્ડ્રં દધ્મૌ મહાશન્ઙં ભીમકર્મા વ્રુકોદર: ॥ ૧૫ ॥
શ્રીકૃષ્ણ મહારાજે પંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌણ્ડં નામનો મહાશંખ વગાડયો. ॥ ૧૫ ॥

અનંતવિજયં રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિર: |
નકુલ: સહદેવશ્વ સુઘોષમણિપુષ્પકૌ ॥ ૧૬ ॥
કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડયા. ॥ ૧૬ ॥

કાશ્યશ્ર્વ પરમેષ્વાસ: શિખણ્ડી ચ મહારથ: |
ધ્રુષ્ટદ્યુમ્નો વિરાટશ્ર્વ સાત્યકિશ્ર્વાપરાજિત: ॥ ૧૭ ॥
દ્રુપદો દ્રૌપદેયાશ્વ શર્વશ: પ્રુથિવીપતે |
સૌભદ્રશ્વ મહાબાહુ: શખ્ઙાન્દધ્મુ: પ્રુથક્ પ્રુથક ॥ ૧૮ ॥

શ્રેષ્ઠ ધનુર્ધારી કાશિરાજ, મહારથી શિખણ્ડી, ધ્રુષ્ટધુમ્ન, રાજા વિરાટ, અજેય સાત્યકિ, રાજા દ્રુપદ, દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રાપુત્ર અભિમન્યુ- આ સૌએ, હે રાજન! બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા. ॥ ૧૭- ૧૮ ॥

સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હ્રદયાનિ વ્યદારયત |
નભસ્ચ્વ પ્રુથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન ॥ ૧૯ ॥

તે ભયાનક નાદે આકાશ અને પ્રુથ્વીને પણ ગજાવતા ધાર્તરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓનાં હ્રદય ચીરી નાખ્યાં. ॥ ૧૯ ॥

અથ વ્યવસ્થિતાન્દ્રષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ: |
પ્રવ્રુતે શસ્ત્રસમ્પાતે ધનુરુધ્યમ્ય પાણ્ડવ: ॥ ૨૦ ॥
હ્રષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે |
અર્જુન ઉવાચ
સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપ્ય મેડચ્યુત ॥૨૧ ॥

હે રાજન! તેપછી કપિધ્વજ અર્જુને યુધ્ધ માટે સજ્જ થયેલા ધ્રુતરાષ્ટ્ર-સંબંધીઓને જોઇને, શસ્ત્રપ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને હ્રષીકેશ શ્રીક્રુષ્ણ મહારાજને આ વચન કહ્યું, ‘‘ હે અચ્યુત! મારા રથને બન્ને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો, ॥ ૨૦- ૨૧ ॥

યાવદેતાન્નિરીક્ષેડહં યોદ્ધુકામાનવસ્થિતાન |
કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન રણસમુધ્યમે ॥ ૨૨ ॥

જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુધ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોધ્ધાઓને સારી પેઠે હું જોઇ ન લઉં; કે આ યુધ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઇ તો લઉં! ॥ ૨૨ ॥

યોત્સ્યમાનાનવેક્ષેડહં ય એતેડત્ર સમાગતા: |
ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુધ્યેર્યુધ્વે પ્રિયચિકીર્ષવ: ॥ ૨૩ ॥

દુર્બુધ્ધિ દુર્યોધનનું યુધ્ધમાં હિત ઇચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુધ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો!’’ ॥ ૨૩ ॥

સંજય ઉવાચ
એવમુક્તો હ્રષીકેશો ગુડાકેશેન ભારત |
સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ ॥ ૨૪ ॥
ભીષ્મદ્રોણપ્રમુખત: સર્વેષાં ચ મહીક્ષિતામ |
ઉવાચ પાર્થ પશ્યૈતાન સમવેતાન કુરૂનિતિ ॥ ૨૫ ॥

સંજય બોલ્યા : હે ધ્રુત્રાષ્ટ્ર! ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા હ્રષીકેશ શ્રીક્રુષ્ણચન્દ્રે બન્ને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું, ‘‘હે પાર્થ! યુધ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો.’’ ॥ ૨૪- ૨૫ ॥

તત્રાપશ્યત્સિથાન પાર્થ: પિત્રુનથપિતામહાન |
આચાર્યાન્માતુલાંભ્રાત્રુંપુત્રાંપૌત્રાંસખીંસ્ત્થા ॥ ૨૬ ॥
શ્વશુરાન સુહ્રદશ્ર્વૈવ સેનયોરુભયોરપિ |

ત્યાં પ્રુથાપુત્ર અર્જુને એ બન્ને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઇઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સુહ્રદોને જ જોયા. ॥ ૨૬–૨૭નો પૂર્વાર્ધ ॥

તાન સમીક્ષ્ય સ કૌંતેય: સર્વાંબન્ધૂનવસ્થિતાન ॥ ૨૭ ॥
ક્રુપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ |

તે ઉપસ્થિત સઘળા બાન્ધવોને જોઇને એ કુંતિપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઇને વિષાદ કરતાં આ વચનો બોલ્યા :- ॥ ૨૭નો ઉત્તરાર્ધ- ૨૮નો પૂર્વાર્ધ॥

અર્જુન ઉવાચ
દ્રષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ ॥ ૨૮ ॥
સીદંતિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ |
વેપેથુસ્ચ્વ શરીરે મે રોમહર્ષસ્ચવ જાયતે ॥ ૨૯ ॥

અર્જુન બોલ્યા : હે કૃષ્ણ! યુધ્ધક્ષેત્રમાં ઊભેલા યુધ્ધ કરવા ઇચ્છતા આ સ્વજન-સમુદાયને જોઇને મારાં અંગો શિથિલ થઇ રહ્યા છે, મોં સુકાઇ રહ્યું છે, તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઇ રહ્યો છે. ॥ ૨૮નો ઉત્તરાર્ધ- ૨૯॥

ગાણ્ડીવં સ્ત્રંસતે હસ્તાત્વકચૈવ પરિદહ્રતે |
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મન: ॥ ૩૦ ॥

હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ જાણે સમર્થ નથી. ॥ ૩૦ ॥

નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ |
ન ચ શ્રેયોડનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ॥ ૩૧ ॥

હે કેશવ! હું તો લક્ષણો પણ અવળાં જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. ॥ ૩૧ ॥

ન કાડ્ક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ |
કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા ॥ ૩૨ ॥

હે કૂષ્ણ! હું ન તો વિજય ઇચ્છું છું કે નતો રાજ્ય કે ન સુખ પણ; હે ગોવિન્દ! અમારે આવા રાજ્યનું શું પ્રયોજન? અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ? ॥ ૩૨ ॥

યેષામર્થે કાડક્ષિતં નો રાજ્યં ભોગાં સુખાનિ ચ |
ત ઈમેડવસ્થિતા યુધ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ ॥ ૩૩ ॥

અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છીએ, તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુધ્ધમાં ઊભા છે! ॥ ૩૩ ॥

આચાર્યા: પિતર: પુત્રાસ્તથૈવ ચ પિતામહા: |
માતુલા: શ્ર્વશુરા: પૌત્રા: શ્યાલા: સમ્બન્ધિનસ્તથા ॥ ૩૪ ॥

અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા, સસરા, પૌત્રો, સાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે. ॥૩૪ ॥

એત્તાન્ન હંતુમિચ્છામિ ઘ્રતોડપિ મધુસૂદન |
અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય હેતો: કિં નુ મહીકૃતે ॥ ૩૫ ॥

હે મધુસુદન! હું હણાઉં છતાં પણ અથવા ત્રણે લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઇચ્છતો, તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું? ॥ ૩૫ ॥

નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્ન: કા પ્રીતી: સ્યાજ્જનાર્દન |
પાપમેવાશ્રયેદસ્માન હત્વૈતાનાતતાયિન: ॥ ૩૬ ॥

હે જનાર્દન! ધ્રુતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનન્દ મળશે? આ આતતાયીઓને હણીને તો અમને પાપ જ લાગશે. ॥ ૩૬ ॥

તસ્માન્નાર્હા વયં હંતું ધાર્તરાષ્ટ્રાન્ સ્વબાન્ધવાન્ |
સ્વજનં હિ કથં હત્વા સુખિન: સ્યામ માધવ ॥ ૩૭ ॥

માટે હે માધવ! પોતાના જ બાન્ધવ ધ્રુતરાષ્ટ્રપુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી; પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઇશું? ॥ ૩૭ ॥

યદ્યપ્યેતે ન પશ્યંતિ લોભોપહતચેતસ: |
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ ॥ ૩૮ ॥
કથં ન જ્ઞેયમસ્માભિ: પાપાદસ્માન્નિવર્તિતુમ્ |
કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્વિર્જનાર્દન ॥ ૩૯ ॥

જોકે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી; છતાં પણ હે જનાર્દન! કુળ-નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું? ॥ ૩૮-૩૯ ॥

કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા: સનાતના: |
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોડભિભવત્યુત ॥ ૪૦ ॥

કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નષ્ટ થઇ જાય છે અને ધર્મ નાશ પામતાં સમસ્ત કુળમાં પાપ પણ ખૂબજ ફેલાઇ જાય છે. ॥ ૪૦ ॥

અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિય: |
સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસક્ઙર: || ૪૧ ॥

હે કૃષ્ણ! પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઇ જાય છે અને હે વાર્ષ્ણેય! જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે. ॥ ૪૧ ॥

સક્ઙરો નરકાયૈવ કુલઘ્રાનાં કુલસ્ય ચ |
પતંતિ પિતર હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયા: ॥ ૪૨ ॥

વર્ણસંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઇ જવા માટે જ હોય છે; પિંડ અને તર્પણક્રિયાથી વંચિત એમના પિત્રુઓ પણ અધોગતિને પામે છે. ॥ ૪૨ ॥

દોષૈરેતૈ: કુલઘ્રાનાં વર્ણસક્ઙરકારકૈ: |
ઉત્સાદ્યંતે જાતિધર્મા: કુલધર્માસ્ચ્વ શાશ્ર્વતા: ॥ ૪૩ ॥

આ વર્ણસંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નષ્ટ થઇ જાય છે. ॥ ૪૩ ॥

ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન |
નરકેડનિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ ॥ ૪૪ ॥

એટલું જ નહીં, હે જનાર્દન! જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઇ ગયા હોય એવા મનુષ્યોનો અનિસ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળતા આવ્યા છીએ. ॥ ૪૪ ॥

અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ |
યદ્રાજ્યસુખલોભેન હંતું સ્વજનમુદ્યતા: ॥ ૪૫ ॥

અરેરે! ઘણા દુ:ખની વાત છે કે અમે બુધ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ! ॥ ૪૫ ॥

યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણય: |
ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ॥ ૪૬ ॥

એ કરતાં શસ્ત્રરહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધ્રુત્રાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે, તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે. ॥ ૪૬ ॥

સંજય ઉવાચ
એવમુક્ત્વાર્જુન: સંખ્યે રથોપસ્થ ઉપાવિશત્ |
વિસ્રુજ્ય સશંર ચાપં શોકસંવિગ્નમાનસ: ॥ ૪૭ ॥

સંજય બોલ્યા : રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણસહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. ॥ ૪૭ ॥

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદેડર્જુનવિષાદયોગો નામ પ્રથમોડધ્યાય: ॥ ૧ ॥

॥ અર્જુનવિષાદયોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત ॥

Published on August 16, 2006 at 6:32 am Comments (12)

The URI to TrackBack this entry is: http://bgita.wordpress.com/arjunvishadyog/trackback/

RSS feed for comments on this post.

12 Comments Leave a comment.

  1. very nice and important work.
    my best wishes

    thanks
    bye

  2. આજે પ્રથમ અધ્યાય ‘અર્જુનવિશાદયોગ’વાંચી શાંતિ અનુભવી!
    આ પ્રયાસ સ્તુત્ય છે.નેહા અને જાગૃતિબહેનને મારા જય શ્રી કૃષ્ણ !

  3. અદભૂત કામ… નેહા અને જાગૃતિ- આપની બેલડીને જેટલાં અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે…

  4. Good work folks…

  5. મિત્રો,
    હવે આપ શ્રી મદ્ ભગવદ્ ગીતા ઉપર સ્વામી શ્રીરામસુખદાજીની ટીકા ‘સાધક સંજીવની’ વાંચી શકો છો.
    ધન્યવાદ

  6. મિત્રો,
    હવે આપ શ્રી મદ્ ભગવદ્ ગીતા ઉપર સ્વામી શ્રીરામસુખદાજીની ટીકા ‘સાધક સંજીવની’ વાંચી શકો છો.

    http://www.sanatanjagruti.org/

    ધન્યવાદ

  7. Great Indeed !!
    keep it UP.

  8. dhanyavad ane khub abhinandan.great work.hope for other ADHYAY,which are not there.

  9. realy very good and fentastic effort made by you vachine khubaj sunder prayatn karavama avelo chhe can you send it to my mail jani s k

  10. very good hard work
    god bls you
    kapil

  11. Very good Bhakti work because bhagvad gita is divine song by Krishna.
    “Gita se kya nata hai, Gita hamari Mata hai. ”
    DADAJI PANDURANG ATHAVLE

    jay shree Krishna
    Pravin Patel

  12. અદભૂત … નેહા અને જાગૃતિ- ને અભિનંદન


Leave a Comment